પેન્ટાગને બગદાદીના હુમલાનો વીડિયો-તસ્વીરો જાહેર કરી, ISએ પશ્ચિમી દેશો પર હુમલાની ચેતવણી આપી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 30, 2019

પેન્ટાગને બગદાદીના હુમલાનો વીડિયો-તસ્વીરો જાહેર કરી, ISએ પશ્ચિમી દેશો પર હુમલાની ચેતવણી આપી

વોશિંગ્ટનઃ અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગને ઈસ્લામિક સ્ટેટ(IS)ના લીડર અબુ બકર અલ બગદાદી પર હુમલાનો વીડિયો અને તસ્વીર જાહેર કરી છે. સેન્ટ્રલ કમાનના કમાન્ડર જનરલ કેનેથ મૈકેંજીએ બુધવારે પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન આ માહિતી આપી છે.

મૈકેંજીએ કહ્યું કે બગદાદી જ્યાં રહ્યાં હતા, તે વીડિયો તે પરિસર પર હુમલો કરનારા જવાનોનો છે. હુમલામાં આઈએસના કુલ 6 સભ્યોના મોત થયા હતા. તેમાં 4 મહિલાઓ અને બગદાદી સહિત બે યુવક સામેલ હતા. જ્યારે બગદાદીએ પોતાને ઉડાવ્યા તો તેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 2 બાળકોનો મોત થયા હતા. પરિસરથી બહાર આવનારા નોન-ફાઈટર વિમાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેની શોધખોળ કરવામાં આવી હતી. હથિયાર અને વિસ્ફોટક ન મળ્યા બાદ તેમને છોડવામાં આવ્યા. આ સમુહમાં 11 બાળકો સામેલ હતા.

રવિવારે ટ્રમ્પે બગદાદીને ઠાર કરાયો હોવાની જાહેરાત કરી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સીરિયામાં અમેરિકાની સેનાના સ્પેશિયલ ઓપરેશનમાં બગદાદીને ઠાર કરાયો હોવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બગદાદી ઘણાં સમયથી નિશાના પર હતો. ઘણાં વર્ષોથી તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી.

ઘણાં વર્ષોથી બગદાદીની શોધખોળ ચાલુ હતી- ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્રના કાર્યવાહક નિર્દેશક રસેલ ટ્રેવર્સે બુધવારે કહ્યું કે બગદાદી ઠાર થયા બાદ આઈએસ બે સપ્તાહની અંદર નેતાના નામની જાહેરાત કરશે. આ સિવાય આઈએસએ પશ્ચિમી દેશોમાં હુમલા કરવાની ચેતવણી પણ આપી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pentagon Announces Video Pictures of Baghdadi Attack, IS Warns Attack on Western Countries


from Divya Bhaskar https://ift.tt/31URiqQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here