મોદી આજે સાઉદી કિંગ અબ્દુલ્લાજીજની સાથે બેઠક કરશે, ઘણાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 28, 2019

મોદી આજે સાઉદી કિંગ અબ્દુલ્લાજીજની સાથે બેઠક કરશે, ઘણાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે

રિયાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલ્લાજીજ અલ સઉદની સાથે રિયાદમાં દ્વિપક્ષીય બેઠક કરશે. બંને દેશો વચ્ચે ઉર્જા, ફાઈનાન્સ સહિત ઘણાં મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. મોદી સોમવારે રાતે સાઉદી કિંગના આમંત્રણ પર રિયાદ પહોંચ્યા હતા. તે અહીં ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનીશિએટિવ ફોરમ(એફઆઈઆઈ)ના ત્રીજા સત્રમાં પણ ભાગ લેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું, ભારત-સાઉદી અપબ મજબૂત દ્વિપક્ષી પ્રતિસ્પર્ધી છે. આ પ્રવાસથી ઘણા દસકાઓ જૂના સબંધો મજબૂત થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી કિંગની સાથે પ્રતિનિધિ સ્તરની વાતચીત કરશે. બાદમાં કિંગ તેમના સન્માનમાં બેન્ક્વેટ ડિનર પણ આપશે. એફઆઈઆઈને ‘દાવોસ ઈન ધ ડેઝર્ટ’ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. રિયાદ દ્વારા 2017માં આ ક્ષેત્રમાં સંભાવિત રોકાણને પ્રોત્સાહન આપવાની શરૂઆત થઈ હતી.

ડિસેમ્બરમાં બંને દેશોના નૌકાદળની વચ્ચે સંયુક્ત યુદ્ધાઅભ્યાસની શકયતા

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન મંગળવારે રિયાદમાં સાઉદીના કેટલાક મંત્રીઓને પણ મળશે. સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ કાઉન્સિલની સાથે એક કરાર પણ હસ્તાક્ષર થશે. સાઉદી અરબના કિંગ સાથે અલગ-અલગ પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા પણ થશે. આ વર્ષે ડિસેમ્બરમાં બંને દેશો નૌકાદળની વચ્ચે સંયુક્ત અભ્યાસ પણ થવાની શકયતા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Modi will meet with Saudi King Abdulaziz today, many important issues will be discussed


from Divya Bhaskar https://ift.tt/31NR70s
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here