સેટેલાઈટ પૃથ્વી, અંતરિક્ષની સીમા શોધશે સૂર્ય તોફાનની ધરતી પર અસર તપાસશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

સેટેલાઈટ પૃથ્વી, અંતરિક્ષની સીમા શોધશે સૂર્ય તોફાનની ધરતી પર અસર તપાસશે

ન્યૂયોર્ક: નાસાએ ગુરુવારે આયન મંડળ (પૃથ્વીથી આશરે 48 કિમી પછીનું વાયુમંડળ) અંગે વધુ માહિતી મેળવવા માટે એક સેટેલાઈટ લોન્ચ કર્યો. તે રહસ્યમય જગ્યા છે જ્યાં ધરતીનું વાતાવરણ સમાપ્ત થાય છે અને અંતરિક્ષની શરૂઆત થાય છે. લોન્ચિંગની સૌથી ખાસ વાત એ છે કે પહેલીવખત ફ્લોરિડા તટની પાસે એટલાન્ટિકની ઉપર એક વિમાનથી આ સેટેલાઈટ લોન્ચ કરાયો હતો. સેટેલાઈટ પ્રક્ષેપનના પાંચ સેકન્ડ બાદ તેની સાથે જોડાયેલા પેગાસસ રોકેટ પ્રજ્વલિત થઈ ગયું. જેના પછી આઈકન પોતાના માર્ગે આગળ વધ્યો હતો. સેટેલાઈટનું નામ આઈકન છે. નાસાએ જણાવ્યું કે આ સેટેલાઈટ તે જગ્યાના ડેટાનો સંગ્રહ કરશે. જ્યાં પૃથ્વીનું વાતાવરણ અંતરિક્ષને મળે છે. આ ડેટાથી વિજ્ઞાનીઓને તેની પ્રક્રિયા સમજવામાં મદદ મળશે. સાથે જ સૂર્ય તોફાનોની ધરતી પર શું અસર થાય છે તેની પમ તપાસ કરશે.
ચક્રવાત, સમુદ્રી વાવાઝોડાના સમયની આગોતરી માહિતી મળશે
નાસાના એડમિનિસ્ટેશન જિમ બ્રેડેન્સ્ટાઈને ટ્વિટ કરી કહ્યું આ મિશન ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રીઓને બહુ મદદરૂપ થશે. નાસાના હિલિયોફિઝિક્સ વિભાગના ડાયરેક્ટર નિકોલ ફોક્સે કહ્યું કે આ સંરક્ષિત પડ આપણા વાતાવરણનો ઉપરનો હિસ્સો છે જે અંતરિક્ષની સાથે લાગતી આપણી સરહદ છે. આ ક્ષેત્રમાં સૂર્યને કારણે અનેક ઘટના થાય છે. ચક્રવાત, સમુદ્રી તોફાન તેમાંની જ છે જે અંગે સેટેલાઈટ દ્વારા હવે તેના સમયની ઘટના પહેલા માહિતી મેળવવામાં મદદ મળશે.
આયન મંડળને સમજવામાં વિજ્ઞાનીઓને મદદ મળશે
આયન મંડળમાં મોજુદ ઇલેક્ટ્રોનના કણ રેડિયો તરંગોને પરત જમીન પર મોકલે છે જેને કારણે રેડિયોના માધ્યમથી કોમ્યુનિકેશન કરી શકે છે. જો કે ઇલેક્ટ્રોનના સ્તરમાં ઉતાર-ચઢાવ રેડિયો સંચારને ઠપ કરી શકે છે. જીપીએસની ચોક્કસાઈને ઓછી કરે છે. ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે અને પાવરગ્રીડને પણ નુકસાન થઈ શકે છે. પરંતુ આઈકન સેટેલાઈટથી મળનાર ડેટા વિજ્ઞાનીઓને રહસ્યમય આયન મંડળ અંગે વધુ સમય કેળવવામાં મદદરૂપ નીવડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Satellite Earth will detect the boundary of space, investigate the impact of the solar storm's on earth


from Divya Bhaskar https://ift.tt/2B1f8Gq
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here