રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું- અમારી પર પ્રતિબંધ લગાવીને અમેરિકાએ માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 15, 2019

રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું- અમારી પર પ્રતિબંધ લગાવીને અમેરિકાએ માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે

તેહરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ મંગળવારે સંયુક્ત વ્યાપક કાર્ય યોજનામાંથી(JCPOA) હટવા માટે અમેરિકા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાવીને માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે.

IRNA ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, રૂહાનીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ક્ષેત્રિય સમિતિના 66માં સત્રને સંબોધિત કરતા કહ્યું કે, થોડાક કારણો અને ઘરેલું ચરમપંથીઓ અને સાઉદી અરબના દબાણના કારણે અમેરિકા JCPOAથી પાછળ હટી ગયું છે. કોઈ દેશના કરારમાંથી બહાર નીકળવું અન્ય દેશ માટે અપમાન સમું છે.

રૂહાનીએ અમેરિકાના પગલાને આર્થિક આતંકવાદ ગણાવ્યો
તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સમર્થિત કોઈ કરારથી બહાર થઈ જવું મોટી વાત છે. આ મામલો ત્યારે વધુ મોટો થઈ જાય છે જ્યારે તે(અમેરિકા) દવાઓ અને જમવાની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દે છે. અમેરિકાએ નિશંકાપણે માનવતા વિરોધનો ગુનો કર્યો છે. આ આર્થિક આતંકવાદ છે.

JCPOનો ઉદ્દેશ પરમાણુ હથિયાર કાર્યક્રમોને રોકવાનું હતું
ઈરાન, જર્મની અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો- અમેરિકા, ચીન, રશિયા, બ્રિટેન અને ફ્રાંસ વચ્ચે જુલાઈ 2015માં JCPOA કરાર થયો હતો. ઈરાનના નાગરિક ઉર્જા(પરમાણુ) કાર્યક્રમને સિમિત કરવાના ઉદ્દેશથી JCPOA કરાર થયો હતો. આ કરાર હેઠળ ઈરાન પોતાના પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને હટાવવાની અવેજમાં તેમના પરમાણું હથિયાર કાર્યક્રમને રોકવા અંગે સહમત થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
President Rouhani says America has committed crime against humanity by banning us


from Divya Bhaskar https://ift.tt/2qdjAj2
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here