પુટિનના વિરોધીઓને ચૂંટણી લડતા રોક્યા તો આક્રોશ ફાટી નીકળ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, September 30, 2019

પુટિનના વિરોધીઓને ચૂંટણી લડતા રોક્યા તો આક્રોશ ફાટી નીકળ્યો

મોસ્કો: રશિયાની રાજધાની મોસ્કોમાં વિપક્ષે સ્થાનિક સંસ્થાનોની ચૂંટણી ફરીવાર યોજવાની માગ કરી રેલી યોજી હતી. આયોજકોએ દાવો કર્યો કે રેલીમાં 26 હજાર લોકો જોડાયા હતા. તેમણે પોતાના 2000 સાથીઓને મુક્ત કરવાની માગ કરી હતી.
2014ની ચૂંટણીના મુકાબલે એક તૃતીયાંશ બેઠકો ઘટી
આ લોકોની આ મુદ્દે જ જુલાઈની રેલી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. ખરેખર ત્યારે ચૂંટણીપંચે વિપક્ષના અમુક ઉમેદવારોને નકલી સહી કરવાના આરોપમાં ગેરલાયક ઠેરવ્યા હતા. મોસ્કો સ્થાનિક સંસ્થાનોની ચૂંટણી 22 દિવસ પહેલાં યોજાઈ હતી. ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની પાર્ટી યુનાઇટેડ રશિયા જીતી હતી પણ 2014ની ચૂંટણીના મુકાબલે તેની એક તૃતીયાંશ બેઠકો ઘટી ગઈ હતી. પુટિનની પાર્ટી 45માંથી 26 બેઠક જીતી શકી હતી. મુખ્ય વિપક્ષી કોમ્યુનિસ્ટ પાર્ટીએ 13 બેઠક જીતી હતી. બે અન્ય વિપક્ષી દળોના 3-3 ઉમેદવાર જીત્યા હતા. એટલું જ નહીં મોસ્કો સિટી વિધાનસભા સીટ પરથી પણ પુટિનની પાર્ટી હારી ગઈ હતી. આ પરિણામોને પુટિનની હાર તરીકે જોવાઈ રહ્યાં છે. ગત વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી નેતા એલેક્સાઈજ નવાલનીને પ્રતિબંધિત કરાયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર રશિયાની રાજધાની મોસ્કોની છે. લોકોએ અહીં શાંતિપૂર્ણ રેલી યોજી હતી.


from Divya Bhaskar https://ift.tt/2neh0Iw
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here